શાકમાર્કેટ ના કમીશન એજન્ટ, દલાલ ,હોલસેલર, સપ્લાયર્સ,લોડર માટેનું ગુજરાતી સોફટવેર. સરળ ગુજરાતી ટાઈપીગ જેમા M થી મ R થી ર P થી પ છપાય. એકજ લાઈનમાં અંગ્રેજી તેમજ ગુજરાતી બન્ને લીપી મા લખી શકાય. દા.ત. MTC મહાકાળી ટ્રેડીંગ કંપની.
કોઈ ખેડુતના ૫૦ દાગીના હોય અને તે ૧૦ જુદા જુદા ભાવથી વેચાયા હોય તો ખેડુતને ૨-૩ ભાવથી વેચાયા નું બીલ આપી શકાય. ખેડુતના બીલ માં વજન અને ભાવ બદલી શકાય. તેમજ આમ કરવાથી કુલ રકમ માં કેટલો વધારો ધટાડો થયો તે જાણી શકાય.
બીલ અગ્રેજી માં અથવા ગુજરાતી માં બનાવી શકાય. બીલ છાપવા માટે બે નમુના આપેલ છે જે મુજબ બે પ્રકારના બીલ છાપી શકાય. જેમાં કોરા કાગળ પર અથવા પહેલેથી છાપેલા કાગળ પર પણ બીલ છાપી શકાય. જો એક કરતા વધારે પ્રીન્ટર હોય તો કયુ બીલ કયા પ્રીન્ટર પર છાપવુ તે તમે નકકી કરી શકો. લેસર જેટ,ઈન્ક જેટ તેમજ ડોટમેટ્રીકસ પ્રીન્ટર પર બીલ છાપી શકાશે. નાના કાગળ પર બીલ છાપવાથી લેસરજેટ પ્રીન્ટરમાં કાળા ધબ્બા પડી જાયછે અને રીપરીંગ નો ઘણો ખર્ચ થાયછે. જે ના થાય તેમાટે બીલ માં વ્યવસ્થા કરેલ છે.
કમીશન અંગેની સુવિધા -ખેડુત(માલ લાવનાર) પાસેથી કેટલુ કમીશન લેવુ.
-ખરીદનાર (વેપારી) પાસેથી કેટલું કમીશન લેવું
-કોઈ વેપારી પાસેથી લેવાના કમીશનનો દર બધા કરતા જુદો રાખી શકાય.
-કોઈ વસ્તુ પર કમીશનનો જુદો દર રાખી શકાય. ખેડુતબીલ નાખતી વખતે નકકીકરી શકાય કે
-કમીશન ખેડુતપાસેથી લેવું
- વેપારી પાસેથી લેવું
- કોઈની પણ પાસેથી નહી લેવુ
- બન્ને પાસેથી લેવું એક ખેડુતની લાવેલ વસ્તુમાથી કેટલીક વસ્તુપર કમીશન ખેડુતપાસેથી અને કેટલીક પર વેપારી પાસેથી તે પણ શકય છે.
- વેપારીનું બીલ બનાવતી વખતે કઈ વસ્તુપર કમઈસન લેવું કે નહી લેવુ તે ઓટમેટીક થઈ જશે.
-ખેડુતનો માલ લાવનાર ટ્રાંસપર્ોટવાળાને લાવેલ દાગીના દિઠ કમીશનની ગણતરી